સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આવતીકાલે મધુમેહ (ડાયાબીટીસ) અંગે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે યોજાતા આ કૅમ્પમાં ડાયાબિટીસની સાથે સાથે ખાંસી તેમજ શ્વાસના દર્દીઓને આયુર્વેદિક-હોમિયોપેથીક સારવાર તેમજ એક્સરે સહિતની જરૂરી તપાસ વિના મૂલ્યે કરવામાં આવશે.
આ કેમ્પમાં દર્દીઓને રોજિંદી જીવન પદ્ધતિ તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રહેશે, એવું સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:20 પી એમ(PM)
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આવતીકાલે મધુમેહ (ડાયાબીટીસ) અંગે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે
