એપ્રિલ 25, 2025 9:55 એ એમ (AM)

printer

સમગ્ર રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી વધવાની આગાહી

ગુજરાતમાં હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી ચાર દિવસ રાજ્યનાં શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં છ શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 43.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું.