ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 7, 2025 9:51 એ એમ (AM)

printer

સતત ત્રીજા દિવસે પણ આકાશી આફતને કારણે રાજ્યભરમાં વ્યાપક નુકસાન – છેલ્લા 24 કલાકમાં 137 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો

સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલી આકાશી આફતને પરિણામે વ્યાપક નુકસાન થયું છે.. સમગ્ર ગુજરાતમાં કામોસમી વરસાદને લીધે જન જીવન અસર થવા પામ્યું છે. ગઇકાલે સાંજથી સવારના 4 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં 137 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.ભાવનગરના મહુવામાં સૌથી વધુ સાડા 6 ઇંચ કરાતા પણ વધારે વરસાદ નોંધાયો છે. ઉપરાંત બનાસકાંઠાના વડગામ તથા અમરેલીના લાઠી, લિલિયા અને સાવરકુંડલામાં અંદાજિત 2થી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યના વડોદરા, સુરત, નવસારી , વલસાડ તેમજ ભાવનગર સહિતના જિ્લ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.નવસારીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે પણ જીલ્લામાં વરસાદ વરસતા ઉભા પાકને નુકસાન થયું છે.દિવના અમારા પ્રતિનિધિ જણાવે છે કે,ગઇકાલે મોડીસાંજે દિવમાં ભારે વરસાદ વરસ્યો હતો .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ