ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 8:40 એ એમ (AM)

printer

સંસદમાં વિપક્ષો એ પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરીને કાર્યવાહી ખોરંભે પાડવાનો પ્રયાસ કર્યો

સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે, ગઈકાલે, વિપક્ષી પક્ષોએ અનેક મુદે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો. અન્ય મુદ્દાઓ ઉપરાંત, વિપક્ષી પક્ષોએ પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી. દરમિયાન સંસદની કાર્ય સલાહકાર સમિતિની ગઇકાલે સંસદ ભવનમાં મળેલી બેઠકમાં લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં સશસ્ત્ર દળોના ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભામાં આ વિષય પર ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, આવકવેરા બિલ, 2025 પર ચર્ચા માટે લોકસભામાં 12 કલાક અને રાજ્યસભામાં 9 કલાક ફાળવવામાં આવ્યા છે.