ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 23, 2025 8:17 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત પુસ્તકનું વિમોચન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાંજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ 2″નું વિમોચન કરશે. રાષ્ટ્રપતિના કાર્યકાળના બીજા વર્ષ દરમિયાનના તેમના દ્રષ્ટિકોણ, ફિલસૂફી અને પ્રાથમિકતાઓની ઝાંખી કરાવતા આ પુસ્તકમાં 51 સંબોધનોને આવરી લેવાયા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ ગ્રંથ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત થશે, સાથે જ તેનું ઈ-વર્ઝન પણ રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સંકલિત અને પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક શાસન, સમાવેશીતા અને રાષ્ટ્રીય આકાંક્ષાઓ પરના પ્રવચન પર આધારિત છે.