મે 9, 2025 7:38 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પશ્ચિમી સરહદ પર સુરક્ષા સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ. દરમિયાન શ્રી સિંઘે પશ્ચિમી સરહદ પર સુરક્ષા સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી. બેઠકમાં સંરક્ષણ અધ્યક્ષ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેનાના પ્રમુખ ઍર ચીફ માર્શલ અમરપ્રીત સિંઘ અને નૌકાદળના પ્રમુખ ઍડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સંરક્ષણ સચિવ આર. કે. સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સરહદ સુરક્ષા દળ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F. અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોના મહાનિદેશકો સાથે બેઠક યોજી.