ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 24, 2025 1:52 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રાલયે એક હજાર 981 કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની ખરીદીને અંતિમ રૂપ આપ્યું

આતંકવાદ વિરોધી કામગીરીઓમાં ભારતીય સેનાની કામગીરીની સજ્જતાને મજબૂત કરવા એક મહત્વનાં પગલામાં, સંરક્ષણ મંત્રાલયે તાત્કાલિક ખરીદી પ્રણાલિ હેઠળ 13 કરારને મંજૂરી આપી.
ભારતીય સેના માટે કુલ બે હજાર કરોડ રૂપિયાના મંજૂર ખર્ચ સામે એક હજાર 981 કરોડ રૂપિયાના કરારને અંતિમ સ્વરૂપ અપાયું છે. ખરીદવામાં આવી રહેલા ઉપકરણોમાં-ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન સિસ્ટમ્સ, લો લેવલ લાઇટ વેટ રડાર, વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ્સ લોન્ચર અને મિસાઇલો, બુલેટ પ્રૂફ જેકેટ અને રાઈફલ્સ માટે નાઇટ સાઇટ્સનો સમાવેશ થાય છે.