માર્ચ 27, 2025 8:14 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રાલયે આજે નાગ મિસાઇલ સિસ્ટમ ટેન્ક વિરોધી હથિયાર અને 5,000 હળવા વાહનોની ખરીદી માટે 2500 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સંરક્ષણ મંત્રાલયે આજે નાગ મિસાઇલ સિસ્ટમ ટેન્ક વિરોધી હથિયાર અને 5,000 હળવા વાહનોની ખરીદી માટે 2500 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એનએએમઆઈએસ અને હળવા વાહનોની ખરીદીથી સ્વદેશીકરણ અને રાષ્ટ્રીય સંરક્ષણ ઉપકરણોની ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો થશે. આ રોજગારીનું સર્જન કરવાની અપાર સંભાવના છે.
ભારતીય-સ્વદેશી ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત શ્રેણી હેઠળ આ કરાર પર નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. NAMIS (TR) એ દુશ્મનના ટેન્ક સામે સૌથી અત્યાધુનિક ટેન્ક-વિરોધી હથિયાર પ્રણાલીઓમાંની એક છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.