સંયુક્ત સંસદીય સમિતિ-JPC એ આજે વિવાદાસ્પદ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે. સમિતિએ ભાજપની આગેવાનીમાં એનડીએ દ્વારા સૂચવવામાં આવેલા 14 સુધારાઓ પણ મંજૂર કર્યા હતા. દેશમાં કાર્યરત વક્ફ બોર્ડનાં વહીવટીમાંસુધારા લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલાં આ ખરડાને 10 વિરુધ્ધ 16 મતોથીપસાર કરવામાં આવ્યો હતો. પત્રકારો સાથેની મુલાકાતમાંJPC ના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું, સંસદીય સમિતિનીઆ અંતિમ બેઠક હતી અને બહુમતીથી 14 સુધારાઓપસાર કરવામાં આવ્યા છે. બજેટ સત્ર દરમિયાન વક્ફ (સુધારા) બિલ પર JPC પોતાનો અહેવાલ રજૂ કરશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સમિતિનોકાર્યકાળ વધારવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM)
સંયુક્ત સંસદીય સમિતિ-JPC એ આજે વિવાદાસ્પદ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે
