એપ્રિલ 7, 2025 9:55 એ એમ (AM)

printer

વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક આજથી મુંબઇમાં શરૂ થશે

વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક આજથી મુંબઇમાં શરૂ થશે. નાણાકીય વર્ષ 2025-26 માટેની આ પ્રથમ નાણાકીય નીતિ બેઠક હશે.બુધવારે RBI મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરશે. RBI દર બે મહિને નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજે છે, જેમાં નાણા પુરવઠો, ફુગાવાનો અંદાજ અને અન્ય વ્યાપક આર્થિક સૂચકાંકો જેવા પરિબળોના આધારે વ્યાજ દર નક્કી કરે છે.