ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 9:44 એ એમ (AM)

printer

વોશિંગ્ટનમાં વિશ્વ બેંકના વડા મથકમાં યોજાનારી વિશ્વ બેંક જમીન સંમેલન 2025માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે

વોશિંગ્ટનમાં વિશ્વ બેંકના વડા મથકમાં આજથી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમેલન 2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજના નેતૃત્વમાં ઉચ્ચ-સ્તરીય ભારતીય પ્રતિ-નિધિમંડળ આ સંમેલનમાં સ્વામિત્વ યોજના રજૂ કરશે. આ વર્ષના વિશ્વ બેંક જમીન સંમેલનનો વિષય “આબોહવા કાર્યવાહી માટે જમીનની માલિકી અને પહોંચ સુરક્ષિત કરવી- જાગૃતિથી કાર્યવાહી તરફ આગળ વધવું” છે.આ સંમેલન જમીન માલિકી સુરક્ષિત કરવા માટે વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ, નિષ્ણાતો અને વિકાસ ભાગીદારોને જમીનનું સ્વામિત્વ સુરક્ષિત કરવા માટે એકસાથે લાવવામાં આવશે. વિશ્વ બેંક જમીન સંમેલન 2025માં ભારતની ભાગીદારી વૈશ્વિક ગ્રામીણ જમીન શાસનમાં એક મહત્વપૂર્ણ સીમા-ચિહ્નરૂપ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ