ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 6:08 પી એમ(PM)

printer

વોશિંગ્ટનમાંવિશ્વ બેંકના વડા મથકમાં આવતીકાલ થી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમમેલન 2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે.

વોશિંગ્ટનમાંવિશ્વ બેંકના વડા મથકમાં આવતીકાલ થી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમમેલન2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે. પંચાયતી રાજ મંત્રાલયનાસચિવ વિવેક ભારદ્વાજના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ આ સંમેલનમાં સ્વામિત્વયોજના રજૂ કરશે. આ વર્ષના વિશ્વ બેંક જમીન સંમમેલનનો વિષય “આબોહવા કાર્યવાહી માટેજમીનની માલિકી અને પહોંચ સુરક્ષિત કરવી- જાગૃતિથી કાર્યવાહી તરફ આગળ વધવું” છે. આ સંમેલનજમીન માલિકી સુરક્ષિત કરવા માટે વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ, નિષ્ણાતો અને વિકાસ ભાગીદારોને જમીનનું સ્વામિત્વસુરક્ષિત કરવા માટે એકસાથે લાવવામાં આવશે. વિશ્વ બેંક જમીન સંમેલન 2025 માં ભારતનીભાગીદારી વૈશ્વિક ગ્રામીણ જમીન શાસનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.