ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 7:24 પી એમ(PM)

printer

વર્ષ 2024નું UPSCનું પરિણામ જાહેર, રાજ્યનાં હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજા ક્રમાંક મેળવ્યો.

કેન્દ્રીય જાહેર સેવા આયોગ- U.P.S.C. દ્વારા વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યના 26ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યનાંહર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો અને માર્ગી શાહે ચોથો અને સ્મિત પંચાલે 30-મોક્રમાંક મેળવ્યો છે. આ રીતે રાજ્યના ત્રણ ઉમેદવારે સમગ્ર દેશમાં ટોચના 30ઉમેદવારમાં સ્થાન મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, UPSC પરીક્ષામાં 725 પુરુષ અને 284 મહિલાઉમેદવાર સહિત કુલ એક હજાર નવ ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. આ વખતનાં પરિણામમાં  શક્તિ દુબેએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યોછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ