એપ્રિલ 7, 2025 2:17 પી એમ(PM)

printer

વૈશ્વિક બજારોને પગલે ભારતીય શેરબજારમાં કડાકોઃ સૂચકાંકો 4થી 4.5 ટકા સુધી ઘટ્યાં

ભારતીય શેરબજારમાં આજે મોટાપાયે કડાકો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં ત્રણ હજાર અંક જ્યારે નિફ્ટીમાં એક હજાર અંકનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં બે હજાર 700 પોઇન્ટનો કડાકો થયો હતો જ્યારે નિફ્ટી પણ પ્રારંભિક તબક્કે સાતસો પોઇન્ટ ગગડ્યો હતો. અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા ટેરિફના પગલે રોકાણકારો ઉપર અસર જોવા મળતા આજે ટ્રેડિંગના પહેલા સેશનમાં સેન્સેક્સમાં ત્રણ હજાર કરતાં વધુ અંકનું ગાબડુ પડ્યું હોવાનું શેરમાર્કેટ નિષ્ણાંત ભરત પંચાલે જણાવ્યું હતું.