વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ WAVES પહેલા વૈશ્વિક સમુદાયને મંળશે. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમ દ્વારા, સરકાર ઝડપથી વિકસતા મીડિયા અને મનોરંજન ક્ષેત્ર માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે WAVES ને પ્રોત્સાહિત કરી રહી છે.. આ કાર્યક્રમ દરમિયાન સો કરતાં વધુ રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં સહિયારા પ્રયાસો અંગેની ચર્ચા કરશે. વેવ્સ સમિટનું પ્રથમ સંસ્કરણ 1 થી 4 મે દરમિયાન મુંબઈમાં યોજાશે.
Site Admin | માર્ચ 13, 2025 9:38 એ એમ (AM)
વેવ્સ સમિટનું પ્રથમ સંસ્કરણ 1 થી 4 મે દરમિયાન મુંબઈમાં યોજાશે.
