વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધા આજથી વડોદરામાં યોજાશે. ચાર દિવસ ચાલનારી વર્લ્ડ ટેબલ ટેનિસ કંન્ટેન્ડર વડોદરાની આ આંતર-રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રીલંકા, કોરિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને એન્ટિગુઆ અને બાર્બુડા સહિત આઠ દેશના સ્પર્ધકો સાથે 165 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. ભારતના ટોચના ક્રમાંકિત પેડલર અને વિશ્વના નંબર સાત અંકુર ભટ્ટાચાર્ય, સયાલી વાની અને ઉભરતી સ્ટાર દિવ્યાંશી ભૌમિક સાથે આ સ્પર્ધામાં દેશનું નેતૃત્વ કરશે.
આજે અંડર-17 અને અંડર-13 છોકરાઓ અને છોકરીઓની શ્રેણીઓમાં ભૌમિક અને અભિનંદ પ્રથિવાદી મેદાનમાં ઉતરશે. અન્ય મજબૂત ભારતીય દાવેદારમાં સિન્દ્રેલા દાસ, તનીશા કોટેચા અને સાર્થક આર્યનો સમાવેશ થાય છે. કોરિયાના ચોઈ જીવુક, ઇંગ્લેન્ડના રોહન દાની અને શ્રીલંકાના તાવી સમરવીરા જેવા આંતર-રાષ્ટ્રીય ખેલાડીઓને કારણે આ સ્પર્ધા રોચક બનશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:18 એ એમ (AM) | ટેબલ ટેનિસ સ્પર્ધા
વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધા આજથી વડોદરામાં યોજાશે.
