ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 8:01 પી એમ(PM)

printer

વિશ્વમાં કેટલાક સ્થળે ચાલી રહેલા સંઘર્ષો અને પ્રાદેશિક અસ્થિરતાની અસર ભારતના અર્થતંત્ર ઉપર થાય છે :વિદેશમંત્રી એસ.જયશંકર

વિદેશમંત્રી એસ.જયશંકરે વિશ્વમાં કેટલાક સ્થળે ચાલી રહેલા સંઘર્ષોનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, આવા સંઘર્ષો અને પ્રાદેશિક અસ્થિરતાની અસર ભારતના અર્થતંત્ર ઉપર થાય છે. તેઓ કતારમાં આજે શરૂ થયેલ દોહા મંચ 2024 બેઠકમાં બોલી રહ્યા હતા. મધ્ય એશિયાના દેશોમાં આશરે પાંચ લાખ જેટલા ભારતીયો રહે છે. તેમજ આ ક્ષેત્રના દેશો સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 80 અબજ ડોલર જેટલો છે. તેમણે રેડ સી એટલે કે, રાતા સમુદ્રમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે,આની સીધી અસર એશિયાઇ દેશોના જળમાર્ગના વેપાર ઉપર થઇ રહી છે. તેમણે સંબોધનના સમાપનમાં જણાવ્યું કે, વિશ્વના કોઇપણ સ્થળે ઉભી થતી અસ્થિરતા ચિંતાજનક જ હોય છે. ઉલ્લેખનીય છે કે, દોહા મંચની બેઠકમાં 150 દેશોના સાડા ચાર હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ