આજે રાજ્ય સહિત દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક કરે છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રામ નવમી પહેલા નવ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે.આજે રાજ્યભરના રામ મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પાટણ જિલ્લામાં આજે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની 38મી શોભાયાત્રા નીકળશે. તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
Site Admin | એપ્રિલ 6, 2025 9:49 એ એમ (AM)
વિશેષ પૂજા અને મહાઆરતી સાથે રાજ્યભરમાં રામનવમીની ઉજવણી
