2025 વિમ્બલડન ચૅમ્પિયનશીપનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં બે વખતના પુરુષ સિંગલ્સ ચૅમ્પિયન કાર્લોસ અલ્કરાઝે ગઈકાલે ઈતાલવી ફૈબિયો ફોગનિની સામે પાંચ સેટની મેરેથોન મૅચ જીતી લીધી. ટૅનિસ કેલેન્ડરની ત્રીજી ગ્રાન્ડ સ્લૅમ વિમ્બલડન 2025નો ગઈકાલે લંડનના ઑલ ઇંગ્લૅન્ડ ક્લબ ખાતે પ્રારંભ થયો. આ ચૅમ્પિયનશીપ આગામી 13 જુલાઈએ પુરુષ સિંગલ્સ ફાઈનલની સાથે પૂર્ણ થશે.મહિલા સિંગલ્સમાં બારબોરા ક્રેજિકોવા ઈજાના ભય વચ્ચે પણ ખિતાબ બચાવવા તૈયાર છે. ક્રેજિકોવા આજે પહેલા રાઉન્ડમાં ફિલિપાઈન્સનાં એલેક્ઝાન્ડ્રા ઈલા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વર્ષના વિમ્બલડનમાં પુરુષ ડબલ્સમાં ભારતના ચાર ભારતીય ટૅનિસ ખેલાડી પણ રમશે.અનુભવી રોહન બોપન્ના બેલ્જિયમના સેન્ડર ગિલે સાથે જોડી બનાવશે. જ્યારે યુકી ભાંબરીએ U.S.A.ના રૉબર્ટ ગૈલોવે સાથે જોડી બનાવી છે, જેમાં ઈન્ડો-અમેરિકન જોડીને 16-મો ક્રમાંક અપાયો છે. ઉપરાંત ઋત્વિક બોલિ-પલ્લી રોમાનિયાના નિકોલસ બેરિએન્ટોસ એન સાથે રમશે. તો શ્રીરામ બાલાજીએ મૅક્સિકોના મિગુએલ રેયેસ-વરેલા સાથે જોડી બનાવી છે.
Site Admin | જુલાઇ 1, 2025 7:19 એ એમ (AM)
વિમ્બલડનના પહેલા દિવસે પુરુષ સિંગલ્સ ચૅમ્પિયન કાર્લોસ અલ્કરાઝે પાંચ સેટની મેરેથૉન મેચ જીતી લીધી.
