અમદાવાદ વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના DNA નમૂના મેચ થયા છે. જ્યારે 47 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુ:ખદ અવસાન બાદ ગુજરાત સરકારે આજે રાજકીય શોક જાહેર કર્યો છે. જે અંતર્ગત રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગ દ્વારા સ્વર્ગસ્થ નેતાના પાર્થિવ દેહની ઓળખ કરવામાં આવી હતી.
Site Admin | જૂન 16, 2025 4:46 પી એમ(PM)
વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના ડી.એન.એ. મેચ; વિજય રૂપાણી સહિતના 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા.
