ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 6:55 પી એમ(PM) | વિદેશ સચિવ વિક્રમ મિસ્રી

printer

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરેશિયસની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરેશિયસની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામના નેતૃત્વમાં મોરેશિયસમાં નવી સરકારની રચના બાદ ભારત અને મોરેશિયસ વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય મંત્રણા હશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાનપ્રદાનનો સિલસિલો છે.
ભારત અને મોરેશિયસ સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા પર આધારિત વર્ષો જૂના સંબંધો છે. બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગનો સંબંધ પણ છે. આ મુલાકાત મોરેશિયસ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવાની તક હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ