ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 20, 2025 2:08 પી એમ(PM)

printer

વિદેશ સચિવ વિક્રમ મિસરી વિદેશ જનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને આજે ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ઓપરેશન સિંદૂર પર રાજદ્વારી સંપર્ક માટે ભારત દ્વારા વિદેશમાં મોકલવામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને માહિતી આપશે.
આ સાત પ્રતિનિધિમંડળો યુએન સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાના છે. સંસદના 59 સભ્યો ધરાવતા પ્રતિનિધિમંડળો કુલ 32 દેશોની મુલાકાત લેશે. આ મુલાકાત આ મહિનાની 23 તારીખથી શરૂ થવાની છે અને તે આગામી મહિનાની પહેલી તારીખ સુધી ચાલશે. આ દેશોમાં યુએસ, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, અલ્જેરિયા, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ડેનમાર્ક, ગુયાના, બ્રાઝિલ, કોલંબિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોરનો સમાવેશ થાય છે.
આ પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ શશી થરૂર, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ, જેડીયુ સાંસદ સંજય કુમાર ઝા, ભાજપના સાંસદ બૈજયંત પાંડા, ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિ, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે અને શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે કરશે.
આ ટીમો આતંકવાદ અંગેના ભારતના શૂન્ય સહિષ્ણુ અભિગમ અંગેનો વિશ્વના દેશો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ