વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે મોસ્કોમાં રશિયાના નાયબ વિદેશ પ્રધાન આન્દ્રે રુડેન્કો સાથે પરામર્શ કર્યો હતો. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને પરસ્પર પ્રાદેશિક હિતના અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો રજૂ કર્યા હતા.બંને દેશોએ ગયા વર્ષે મે મહિનામાં મોસ્કોમાં 22મા શિખર સંમેલનમાં લેવાયેલા નિર્ણયોના અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. વિદેશ સચિવે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ મેક્સિમ ઓરેશિકિન, રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉષાકોવ અને ઉદ્યોગ અને વેપારના નાયબ પ્રધાન એલેક્સી ગુર્ઝદેવ સાથે મુલાકાત કરી હતી.
Site Admin | માર્ચ 8, 2025 11:06 એ એમ (AM)
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે મોસ્કોમાં રશિયાના નાયબ વિદેશ પ્રધાન આન્દ્રે રુડેન્કો સાથે પરામર્શ કર્યો હતો.
