ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 15, 2025 9:47 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે દેશને વિકસિત બનાવવા બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો છે. બે દિવસ માટે નર્મદાની મુલાકાતે આવેલા શ્રી જયશંકર ગઈકાલે પ્રથમ દિવસે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગરુડેશ્વર ખાતે અંદાજે 71 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા હૉસ્પિટાલિટી પ્રૉજેક્ટ અને ખડગદા પાસે નિર્માણાધિન આદિવાસી સંગ્રહાલય પરિયોજનાનું નિરિક્ષણ કરી શ્રી જયશંકરે બંને પરિયોજનાની માહિતી મેળવી હતી.ઉપરાંત શ્રી જયશંકરે એકતાનગર ખાતે મિયાવાકી જંગલની મુલાકાત લીધી. તેમજ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતી દસ્તાવેજી ચિત્ર નિહાળ્યું હતું.