એપ્રિલ 3, 2025 3:49 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બિમ્સ્ટેકના સભ્ય દેશોને વધુ મહત્વાકાંક્ષી અભિગમ અપનાવવા અપીલ કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બિમ્સ્ટેકના સભ્ય દેશોને આગ્રહ કર્યો કે, વર્તમાન વૈશ્વિક વ્યવસ્થામાં અનિશ્ચિતતા અને અસ્થિરતાને જોતા સંગઠન પ્રત્યે વધુ મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ અપનાવે. થાઈલૅન્ડના બેંગ્કોકમાં 20મી બિમ્સટૅક મંત્રીસ્તરની બેઠકને સંબોધતા શ્રી જયશંકરે કહ્યું, નવી વ્યવસ્થા ખાસ કરીને મોટા ભાગના પ્રાદેશિક અને એજન્ડા વિશિષ્ટ છે. શ્રી જયશંકરે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે, બિમ્સટૅક ભારતની એક્ટ ઇસ્ટ નીતિ, પાડોશી પ્રથમ દ્રષ્ટિકોણ અને મહાસાગર દ્રષ્ટિકોણ એમ ત્રણ મહત્વની પહેલનું એક સંયોજન છે. આ સાથે જ આ દેશની ભારત પ્રશાંત પ્રતિબદ્ધતાનો માર્ગ પણ છે.
તેમણે સભ્યોને પાવરગ્રીડ જોડાણ, ડિજિટલ માળખાગત સુવિધાઓ, વ્યવસાયિક પ્રવૃત્તિઓ, દરિયાઈ અને જમીન પરિવહન, બ્લ્યૂ ઇકોનૉમી અને આરોગ્ય, ખાદ્ય અને ઊર્જા સલામતી જેવા સૌથી અગ્રણી એકીકરણ પર તેમની ઊર્જા કેન્દ્રિત કરવા જણાવ્યું. શ્રી જયશંકરે કહ્યું, ભવિષ્ય તરફ જોતા ટેક્નોલૉજી, સ્ટાર્ટ-અપ્સ અને નવીનતાઓ વધુ મહત્વની ભૂમિકા ભજવશે. ડૉ. જયશંકરે પ્રવાસનને એક અન્ય સંભવિત ક્ષેત્ર તરીકે પ્રોત્સાહિત કર્યું અને એ વાત વર પ્રકાશ પાડ્યો કે, બિમ્સટૅક દેશોમાં સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવનારા લોકોમાં ભારતીયો પણ છે.
શ્રી જયશંકરે સભ્યોને સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી, માનવ તસ્કરી, ગેરકાયદે માદક પદાર્થના વેપાર અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓની ગંભીરતાને સંબોધિત કરવા અને તેનો અસરકારક રીતે સામનો કરવાની જરૂરી રૂપરેખા બનાવવા પણ કહ્યું.