વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ભારત અને યુરોપિયન યુનિયનની વેપાર અને ટેકનોલોજી પરિષદની બીજી બેઠકમાં ભાગ લીધો હતો.બેઠકમાં યુરોપિયન કમિશનના ટેક સાર્વભૌમત્વ, સુરક્ષા અને લોકશાહી માટેના કાર્યકારી ઉપાધ્યક્ષ હેના વિર્કુનેન, વેપાર અને આર્થિક સુરક્ષા કમિશનર મારોશ
શેફકોવિચ અને સ્ટાર્ટઅપ્સ, સંશોધન અને નવીનતા માટેના યુરોપિયન યુનિયન કમિશનર એકટેરીના ઝહારીવા પણ ઉપસ્થિત રહ્યા હતા.સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં સેમિકન્ડક્ટર્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 6G, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન અને પરસ્પર ફાયદાકારક વેપારમાં નવી તકો પર વિચારોનું આદાનપ્રદાન કરાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 2:09 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ભારત અને યુરોપિયન યુનિયનની વેપાર અને ટેકનોલોજી પરિષદની બીજી બેઠકમાં ભાગ લીધો હતો
