ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 19, 2025 2:20 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી દક્ષિણ આફ્રિકાના બે દિવસના પ્રવાસે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી દક્ષિણ આફ્રિકાના બે દિવસના પ્રવાસે જશે. તેઓ જોહાનિસબર્ગમાં G-20 દેશના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, બેઠકમાં ડૉ. જયશંકરની ભાગીદારી G-20 દેશ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવાની સાથે  ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત બનાવશે. વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન શ્રી જયશંકર કેટલીક દ્વિપક્ષીય બેઠક કરે તેવી શક્યતા છે.