ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM)

printer

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,આ વર્ષે 50 યાત્રિકોની પાંચ બેચ ઉત્તરાખંડના લિપુલેખ અને 50 યાત્રિકોની 10 બેચ સિક્કિમના નાથુ લા પરથી પસાર થશે. આ યાત્રાની અરજીઓ સ્વીકારવા માટે વેબસાઇટ kmy.gov.in શરૂ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, યાત્રીઓની પસંદગી અરજદારોમાંથી વાજબી, કમ્પ્યુટર-જનરેટેડ, રેન્ડમ પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 2015 થી, ઓનલાઈન અરજીથી શરૂ કરીને યાત્રીઓની પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે. તેથી, અરજદારોને માહિતી મેળવવા માટે પત્રો કે ફેક્સ મોકલવાની જરૂર નથી.