ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 9:29 એ એમ (AM)

printer

વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણય

વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે. ટ્રુથ સોશિયલને સંબોધતા, શ્રી ટ્રમ્પે જાહેરાત કરી કે, તેમણે વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિ-પ્રેઝન્ટેટિવને અમેરિકામાં આવતી તમામ વિદેશી-નિર્મિત ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી છે.ટ્રમ્પે અન્ય દેશો પર અમેરિકન ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને ફિલ્મ પ્રોડક્શન નહીં કરવા દેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, અન્ય દેશોમાં ફિલ્મ નિર્માણ વધતા અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ મરણ પથારીએ છે. ટ્રમ્પે કહ્યું કે, હોલીવુડ અને યુ.એસ.એમાં ઘણા અન્ય ક્ષેત્રો બરબાદ થઈ રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ