ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2025 7:11 પી એમ(PM)

printer

વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં ૨૨૫ કરોડ રૂપિયાથી વધુના ચાર હજાર ૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમ્યાન વિકાસ રથના દરેક જિલ્લામાં ફરી રહ્યો છે. વિકાસરથના માધ્યમથી કુલ ૨૨૫ કરોડ રૂપિયાથી વધુના ૪ હજાર ૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ યોજનાના ૧૩ હજાર ૧૨૦ જેટલા લાભાર્થીઓને કુલ ૧૯ કરોડ ૮૬ લાખ રૂપિયાની સહાય વિતરણ કરવામાં આવી હતી. વધુમાં કુલ ૮૧ હજાર કરતાં વધુ નાગરિકોએ ભારતના વિકાસની પ્રતિજ્ઞા પણ લીધી હતી. રાજ્યભરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.
કેબિનેટ મંત્રી કુંવરજીબાવળીયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, સરકારના ભગીરથ પ્રયાસોથી આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યોથી ગામડાઓ વિકસિત બન્યા છે. વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુઓ અપનાવા અનુરોધ કર્યો હતો. મોરબીમાં એ.કે.સહયોગ કોમ્યુનિટી હોલ ખાતે મહિલા ઔદ્યોગિક સાહસિકતા સેમિનાર પણ યોજાયો હતો.
સાબરકાંઠાના પોશીના તેમજ ગણવા ખાતે ટોબેકો મુક્ત યુવા અભિયાન અંતર્ગત વ્યસનથી થતા નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો, તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ના કાયદાની કલમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં વિકાસ રથ દ્વારા નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં ડોળાસા ગામ ખાતે નાગરિકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ તેમજ ૧ કરોડ ૨૧ લાખ રૂપિયાના ૭૦ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયડમ ગામ ખાતે વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નાણાંમંત્રી કનુ દેસાઈએ વાપી ખાતે ૧૫ કરોડ ૮૦ લાખ રૂપિયાના રસ્તા મજબૂતીકરણ, રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા બન્યા બાદ વાપીના વિકાસ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે
સુરત જિલ્લાના મહુવાના અનાવલ ગામેવિકાસરથનું સ્વાગત કરાયું તેમજ પદાધિકારીઓ અને ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.