ઓક્ટોબર 30, 2024 7:02 પી એમ(PM)

printer

વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે

વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે. જેના માટે કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે.
આ બેઠક માટે 18 ઓકટોબરથી 25 ઓક્ટોબર વચ્ચે કુલ 21 ઉમેદવારી પત્રો ભરાયા હતા જેની 28 ઓકટોબરે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 30 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે 10 ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક માટે જનમત મેળવશે.
મતદાર વિભાગ માટે ભરાયેલી 21 ઉમેદવારો પૈકી રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે ઉમેદવારો, નોંધાયેલ રાજકીય પક્ષના એક ઉમેદવાર ઉપરાંત 7 અપક્ષ ઉમેદવારો મળી કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
મતદાનને જોતા રાજ્ય સરકારે તમામ ખાનગી અને સરકારી કર્મચારીઓને રજા આપવાની સૂચના આપી છે.