વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગ્નિશમન દળની ટૂકડીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સ્ટોર રૂમમાં રાખેલો અનાજ ઉપરાંત ખુરશીઓ અને અન્ય સામાન પણ બળીને ખાખ થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Site Admin | માર્ચ 16, 2025 7:22 પી એમ(PM) | વલસાડ
વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો.
