લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ટી-20 ફોર્મેટમાં રમાશે, જેમાં પુરુષ અને મહિલા ટૂર્નામેન્ટ્સમાં છ-છ ટીમ ભાગ લેશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી) ના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા ગઈકાલે એલએ 2028 માટે કાર્યક્રમો અને એથ્લીટ ક્વોટાને મંજૂરી અપાઇ હતી. આયોજકોએ જાહેરાત કરી હતી કે દરેક જાતિ માટે કુલ 90 એથ્લીટ ક્વોટા ફાળવવામાં આવ્યા છે, જેમાં દરેક ટીમને 15 સભ્યોની ટીમની મંજૂરી અપાઇ છે. આઇ. ઓ. સી. એ બે વર્ષ પહેલાં બેઝબોલ અથવા સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશની સાથે ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી હતી.
Site Admin | એપ્રિલ 10, 2025 2:28 પી એમ(PM)
વર્ષ 2028માં રમાનાર લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ટી-20 ફોર્મેટમાં રમાશે
