કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે લોકોને વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચય અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. સુરતમાં શ્રી આહિર સમાજ જળસંચય સમિતિ દ્વારા યોજાયેલા બે હજાર 500થી વધુ માળખાગત વરસાદી પાણીના સંચય માટેના કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગઈકાલે શ્રી પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, સમગ્ર દેશમાં લોકોએ 400 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે પાણી માટેની માળખાગત સુવિધા થકી જળનો સંચય કર્યો છે. સૌની યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની મહેર થઈ હોવાનું પણ શ્રી પાટીલે ઉમેર્યું હતું.
Site Admin | એપ્રિલ 28, 2025 9:23 એ એમ (AM)
લોકોને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનું આહ્વાન
