લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો છે. આજે બેંગલુરુમાં મતદાન અધિકાર રેલીમાં તેમણે ચૂંટણી પંચ પાસે છેલ્લા દસ વર્ષની અખિલ ભારતીય ઇલેક્ટ્રોનિક મતદાર યાદી અને વીડિયોગ્રાફી આપવાની માંગ કરી.
શ્રી રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ મતદાર યાદીઓમાં છેડછાડ કરીને ભાજપને મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કર્ણાટક સરકારે બેંગલુરુના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં મત ચોરીની તપાસ કરવી જોઈએ અને ખોટી મતદાર યાદી તૈયાર કરવા બદલ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
Site Admin | ઓગસ્ટ 8, 2025 8:25 પી એમ(PM)
લોકસભામાં વિપક્ષના નેતાએ ફરી ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો
