ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 11:03 એ એમ (AM)

printer

લતાકિયા પ્રાંતમાં સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વફાદાર બંદૂકધારીઓ અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં બસોથી વધુ લોકો માર્યા ગયા છે.

લતાકિયા પ્રાંતમાં સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વફાદાર બંદૂકધારીઓ અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં બસોથી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં હયાત તહરિર અલ-શામના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથોએ અસદ સરકારને ઉથલાવી દીધી ત્યારથી બંને પક્ષો વચ્ચે અથડામણ ચાલી રહી છે.લતાકિયા પ્રાંતના જાબલેહ શહેરમાં ફરી એકત્ર થઈ રહેલા અસદના વફાદારોને બહાર કાઢવા માટે સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી. અસદના કમાન્ડર સુહેલ અલ-હસનના નેતૃત્વમાં બંદૂકધારીઓએ સુરક્ષા ચોકીઓ પર હુમલો કર્યો. સરકારી સુરક્ષા દળોએ લટાકિયાના એક ગામ પર હેલિકોપ્ટર હુમલાઓ કરીને બદલો લીધો. શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જાબલેહ અને તેની આસપાસ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.