ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 2, 2025 4:56 પી એમ(PM)

printer

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ લોકસભામાં વક્ફ સુધારા વિધેયક રજૂ કર્યું

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ આજે વક્ફ સુધારા વિધેયક વિચારણા માટે અને પસાર કરવા લોકસભામાં રજૂ કર્યું. વિધેયક રજૂ કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે, આ વિધેયકને મુસ્લિમોના ધાર્મિક સ્થળો સાથે કોઈ સંબંધ નથી અને તે વક્ફ બોર્ડની મિલકતો સાથે જ સંકળાયેલું છે. તેમણે જણાવ્યું કે, સરકાર વક્ફ બોર્ડને સમાવેશી અને સાંપ્રદાયિક બનાવવા માંગે છે.
સામાજિક ન્યાય રાજ્યમંત્રી બી. એલ. વર્માએ કહ્યું, વિધેયક મુસલમાન સમુદાયના હિતમાં છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌના સાથ, સૌના વિકાસની ભાવનાથી કામ કરે છે.
કૉંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, તમામ વિરોધ પક્ષે વક્ફ સુધારા વિધેયકમાં સુધારાનું સૂચન આપ્યું હતું, પરંતુ સરકાર સંમત ન થઈ. તેમણે કહ્યું, જો વિધેયક તે જ સ્વરૂપમાં આવશે તો આ ભારતીય બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું, તેમનો પક્ષ વિધેયકનો વિરોધ કરશે. તેમણે આક્ષેપ લગાવ્યો કે, ભાજપ વક્ફની જમીનને પણ રેલવે અને સંરક્ષણની જમીનની જેમ વેચી દેશે.
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-એમ-ના સાંસદ જૉન બ્રિટાસે આક્ષેપ કર્યો કે, વક્ફ સુધારા વિધેયકનો ઉદ્દેશ સમાજમાં ધ્રુવિકરણ ઉત્પન્ન કરવાનો છે અને વિરોધ પક્ષ આ વિધેયકનો વિરોધ કરશે.