મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં F.I.H. હૉકી પુરુષ રાષ્ટ્રકપ 2025ના બીજા દિવસે ગઈકાલે ચાર મૅચ રમાઈ. ફ્રાન્સ અને ન્યૂ ઝિલૅન્ડ પોતપોતાના મુકાબલા જીતીને સેમિ-ફાઈનલમાં પહોંચ્યા છે.કુઆલાલમ્પુરના નૅશનલ હૉકી સ્ટેડિયમમાં રમાયેલી દિવસની પહેલી મૅચમાં કૉરિયાએ વૅલ્સને અને ફ્રાન્સે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. તો ન્યૂઝિલૅન્ડે યજમાન મલેશિયા સામે વિજય મેળવ્યો.પૂલ એ-માં રહેલા ફ્રાન્સે દક્ષિણ આફ્રિકા સામે જીત સાથે રમતમાં ટોચ પર રહી સેમિ-ફાઈનલમાં જગ્યા બનાવી. જ્યારે પૂલ બી-માં પાકિસ્તાન જાપાનને હરાવી પૉઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચ્યું. બંને મૅચમાં બીજી હાર બાદ જાપાન સેમિ-ફાઈનલમાં ન પહોંચી શક્યું. બીજી તરફ ન્યૂ ઝિલૅન્ડે મલેશિયાને હરાવી સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો. હવે બુધવારે ન્યૂ ઝિલૅન્ડ અને જાપાન વચ્ચે મૅચ રમાશે. જો ન્યૂ ઝિલૅન્ડ આ મૅચ જીતશે તો મલેશિયા જાપાનને હરાવી સેમિ-ફાઈનલમાં પહોંચશે.
Site Admin | જૂન 17, 2025 8:01 એ એમ (AM)
લંડનમાં F.I.H. હૉકીની પ્રૉ-લિગમાં ભારતની મહિલા ટીમ આજે અને આવતીકાલે અર્જેન્ટિના સાથે રમશે
