લંડનના ઑલ ઇંગ્લૅન્ડ ક્લબમાં આજથી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામૅન્ટ 2025 શરૂ થશે. આગામી 13 જુલાઈએ પુરુષ સિંગલ ફાઈનલની સાથે આ સ્પર્ધાનું સમાપન થશે. બે વખતની વર્તમાન ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ, વિશ્વના પ્રથમ ક્રમાંકના જૅનિક સિનર અને 24 વખત ગ્રાન્ડ સ્લેમ જીતનારા નોવાક જોકોવિચ સિવાય અન્ય ખેલાડી ખિતાબ માટે રમશે.
આ ટૂર્નામૅન્ટમાં ચાર ભારતીય ખેલાડી પુરુષ સિંગલ્સમાં ભાગ લઈ રહ્યા છે. રોહન બોપન્ના બૅલ્જિયમના સૅન્ડર ગિલો સાથે, જ્યારે યુકી ભાંબરી અમેરિકાનાં રૉબર્ટ ગૈલોવે સાથે ડબલ્સ મુકાબલો રમશે. ઋત્વિક બોલિપલ્લી રૉમાનિયાના નિકોલસ બેરિએન્ટોસની સાથે અને એન. શ્રીરામ બાલાજી મૅક્સિકોના મિગુએલ રેયેસ-વરેલા સાથે મેદાનમાં ઉતરશે.
Site Admin | જૂન 30, 2025 1:49 પી એમ(PM)
લંડનમાં આજથી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામૅન્ટનો પ્રારંભ થશે
