ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 17, 2025 10:12 એ એમ (AM)

printer

રેલ્વે બોર્ડે મધ્યપ્રદેશના કરાહી અને સાગમા વચ્ચે એક મહત્વપૂર્ણ નવા રેલ્વે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી

રેલ્વે બોર્ડે મધ્યપ્રદેશના કરાહી અને સાગમા વચ્ચે એક મહત્વપૂર્ણ નવા રેલ્વે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 165 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશમાં રેલ્વેની માળખાગત સુવિધા મજબૂત થશે. આ રેલવે લાઇન લલિતપુર-સિંગરૌલીને હાલની ઇટારસી-માણિકપુર લાઇન સાથે જોડશે.રેલ્વે બોર્ડે જણાવ્યું કે, તેનો ઉદ્દેશ્ય લાઇનો, ફ્લાયઓવર અને બાયપાસ લાઇનોની ક્ષમતા વધારવાનો છે. કરાહીથી સગ્મા કોર્ડ રેલ્વે લાઇનના નિર્માણથી મધ્યપ્રદેશના સતના, પન્ના અને ખજુરાહો જેવા મહત્વપૂર્ણ પર્યટન સ્થળો સાથેનું જોડાણ મજબૂત બનશે. આ લાઇનથી પ્રદેશમાં માલ-સામાનની અવર-જવર, ઔદ્યોગિક વિકાસ, પર્યટન અને મુસાફરોની કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.