નવેમ્બર 30, 2024 3:38 પી એમ(PM)

printer

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લીધી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજ્યની એક દિવસની મુલાકાત અંતર્ગત સુરતના કીમ આવ્યા આવ્યા હતા. તેઓએ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લઇને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેકટરીની મુલાકાત લેશે.
શ્રી વૈષ્ણવ આજે સાંજે વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રેહશે.
આ પદવીદાન સમારોહમાં વિજ્ઞાન, ટેકનોલોજી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સહિતની વિદ્યાશાખાના કુલ 239 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે અને પાંચ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરશે.
ઉલ્લેખનીય છે કે, ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય પરિવહન અને લોજીસ્ટીક્સ ક્ષેત્રને સમર્પિત દેશનું પહેલું અને એકમાત્ર વિશ્વ વિદ્યાલય છે.