રેઝોનેટ ઇડીએમ ચેલેન્જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ ,WAVESમાં કેન્દ્રસ્થાને રહેશે, જે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક ,ઇડીએમમાં વૈશ્વિક પ્રતિભાઓને એકત્રિત કરશે, જેથી ઇનોવેશન, ક્રિએટિવિટી અને મ્યુઝિક પ્રોડક્શનમાં જોડાણની અને લાઇવ પર્ફોર્મન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકાય . ભારતીય સંગીત ઉદ્યોગ ,આઇએમઆઇ દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલય ,I&B સાથે જોડાઈને આયોજિત આ પહેલ “ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ”નો એક ભાગ છે અને તેનો ઉદ્દેશ મ્યુઝિક ફ્યુઝન, ઇલેક્ટ્રોનિક મ્યુઝિક અને ડીજેઇંગ કલાત્મકતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતનો દરજ્જો મજબૂત કરવાનો છે.વેવ્સનું નિર્માણ ચાર મુખ્ય સ્તંભો પર કરવામાં આવ્યું છે જેમાં બ્રોડકાસ્ટિંગ એન્ડ ઇન્ફોટેનમેન્ટ, એવીજીસી-એક્સઆર ,એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી, ડિજિટલ મીડિયા એન્ડ ઇનોવેશન અને ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ઇડીએમ ચેલેન્જ એ બ્રોડકાસ્ટિંગ એન્ડ ઇન્ફોટેઇનમેન્ટ સેગમેન્ટનો એક ભાગ છે, જે માહિતી અને મનોરંજન ડિલિવરીના પરંપરાગત અને વિકસતા સ્વરૂપો એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 6:55 પી એમ(PM)
રેઝોનેટ ઇડીએમ ચેલેન્જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ ,WAVESમાં કેન્દ્રસ્થાને રહેશે
