રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે, આજે સવારે નવી દિલ્હીમાં રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ ખાતે સર્વ-ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય રાજધાનીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, મનોહર લાલ ખટ્ટર, ત્રણેય સેનાના વડાઓ અને સંરક્ષણ સ્ટાફના વડા પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૦ જાન્યુઆરીના, દેશ મહાત્મા ગાંધીના જીવનને યાદ કરે છે. આ દિવસને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 1:43 પી એમ(PM) | મહાત્મા ગાંધી
રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે
