ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 7:53 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલારાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત છેલ્લા છ દિવસમાં દેશભરમાં 1 કરોડ 37 લાખ  પ્રવૃત્તિઓનુંઆયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7માં રાષ્ટ્રીય પોષણ મહિનાના 6ઠ્ઠા દિવસ સુધી 35 રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશોના 752 જિલ્લામાંથી આ  પ્રવૃત્તિઓનું આયોજન કરવામાંઆવ્યું છે. સૌથી વધુ કાર્યક્રમોનું આયોજન કરનારા રાજ્યોમાં બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશનોસમાવેશ થાય છે. શિક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, આયુષ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય આ અભિયાનમાં તેમની ભૂમિકાભજવી રહ્યા છે.મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મામંદિર ખાતે 31 ઓગસ્ટના રોજ શરૂ કરાયેલોસાતમો રાષ્ટ્રીય પોષણ મહિનો વધુ સારા વહીવટ માટે ટેક્નોલોજીની સાથે એનિમિયા, વૃદ્ધિ પર દેખરેખ, આહાર પૂરવણીઓ અને પોષણ પરનાઅભ્યાસ જેવા મુખ્ય વિષયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ