ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, તેઓ ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રેલ્વે અને વીજળી ક્ષેત્રનો સમાવેશ થાય છે.
અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, પ્રધાનમંત્રી મધુબની ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાર ટ્રેનો, ત્રણ રેલ લાઇન અને બે રેલ ઓવર બ્રિજને લીલી ઝંડી આપશે.