એપ્રિલ 9, 2025 7:35 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ મુર્મુએ સ્લોવાકિયાને ભારત દ્વારા યોજાનાર WAVE સમિટમાં સક્રિયપણે ભાગ લેવા આમંત્રણ આપ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બ્રાતિસ્લાવામાં દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક તથા પ્રાદેશિક હિતોના મુદ્દાઓ પર સ્લોવાક ગણરાજ્યના રાષ્ટ્રપ્રમુખ પીટર પેલેગ્રિની સાથે દ્વિપક્ષીય બેઠક અને પ્રતિનિધિમંડળ-સ્તરની વાતચીત કરી. ભારત તરફથી પ્રતિનિધિમંડળ-સ્તરની વાતચીત દરમિયાન તેમની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા તેમજ સાંસદ ધવલ પટેલ અને સંધ્યા રે અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.  
રાષ્ટ્રપતિએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપ્રમુખ પેલેગ્રિનીની વ્યક્તિગત પ્રતિબદ્ધતા અને પહેલની પ્રશંસા કરી. બંને નેતાઓએ બે સમજૂતી કરાર કર્યા, એક નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને સ્લોવાક બિઝનેસ એજન્સી વચ્ચે સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ-MSME ક્ષેત્રમાં સહયોગ પર અને બીજો સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ અને સ્લોવાક મંત્રાલય ઓફ ફોરેન એન્ડ યુરોપિયન અફેર્સ વચ્ચે સહયોગ પર સમજૂતી કરાર થયા. 
રાષ્ટ્રપતિ મુર્મુએ સ્લોવાકિયામાં ભારતીય કલા અને સંસ્કૃતિની વધતી જતી લોકપ્રિયતાની નોંધ લીધી. તેમણે સ્લોવાકિયાને 1 થી 4 મે, 2025 દરમિયાન મુંબઈમાં ભારત દ્વારા આયોજિત આગામી WAVE સમિટમાં સક્રિયપણે ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.