રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. ગઈકાલે ગુજરાતનાં ગાંધીનગર ખાતે NFSUના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમસસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું.બાદમાં રાષ્ટ્રપતિએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો. તેમણે કહ્યું કે, પરંપરાગત કળાને જીવંત રાખવા માટે નવી પેઢી આ કળામાં જોડાય તે જરૂરી છે.
Site Admin | માર્ચ 1, 2025 9:23 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું.
