નવેમ્બર 27, 2024 10:53 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના ફેકલ્ટી અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધશે. આવતીકાલે રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો અને નીલગીરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. શુક્રવારે રાષ્ટ્રપતિ તિરુવરુરમાં તમિલનાડુની સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.