કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બેંગલુરુમાં આદિચુંચનગિરી યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ યુનિવર્સિટીના બેંગલુરુ કેમ્પસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ એચ.ડી. કુમારસ્વામી અને વી. સોમન્ના અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ. શરણપ્રકાશ પાટિલ અને વિરોધ પક્ષના નેતા આર. અશોક પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ અને આદિચુંચનગિરી મઠના વરિષ્ઠ ધર્મગુરુ ડૉ. નિર્મલનંદનાથ સ્વામી, જગતગુરુ સ્વામી પરમથમાનંદ અને મદારા ચેન્નઈ સ્વામી ઉપસ્થિતરહેશે. નવા યુનિવર્સિટી કેમ્પસમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, નર્સિંગ, ફિઝીયોથેરાપી અને આરોગ્ય વિજ્ઞાન સંબંધિત સંસ્થાઓ છે.
Site Admin | જૂન 20, 2025 7:52 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દહેરાદૂનમાં વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
