રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના થયા છે. પોર્ટુગલની તેમની મુલાકાત દરમિયાન, તેઓ તેમના સમકક્ષ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડીસૂઝાને મળશે. તેઓ પોર્ટુગીઝના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રો અને નેશનલ એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્રો એગુઆર-બ્રેનકોને પણ મળશે. સ્લોવાકિયામાં, રાષ્ટ્રપતિ મુર્મુ સ્લોવાકના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની અને પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત 27 વર્ષ પછી થઈ રહી છે. આજે ભારત અને પોર્ટુગલ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયાના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
Site Admin | એપ્રિલ 6, 2025 7:35 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના થયા
